કેનેડાના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યની એન્ટ્રી

કેનેડાના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યની એન્ટ્રી

કેનેડાના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યની એન્ટ્રી

Blog Article

ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય સત્તાવાર રીતે કેનેડાના આગામી વડાપ્રધાન બનવાની રેસમાં ઉતર્યા છે. નેપિયનનું પ્રતિનિધિત્વ કરતા લિબરલ સાંસદ આર્યે કેનેડાને “સાર્વભૌમ પ્રજાસત્તાક” બનાવવાની, નિવૃત્તિની ઉંમર વધારવા, નાગરિકતા આધારિત કર પ્રણાલી લાગુ કરવા અને પેલેસ્ટાઈન રાજ્યને સત્તાવાર રીતે માન્યતા આપવાની યોજનાઓની રૂપરેખા પણ આપી હતી.

આર્યએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે “આપણા રાષ્ટ્રનું પુનઃનિર્માણ કરવા અને ભાવિ પેઢીઓ માટે સમૃદ્ધિ સુરક્ષિત કરવા માટે એક નાની, વધુ કાર્યક્ષમ સરકારનું નેતૃત્વ કરવા માટે હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવાની રેસમાં છું.”

ચંદ્ર આર્ય કર્ણાટકના સિરા તાલુકાના દ્વારલુ ગામના વતની છે. તેમણે ધારવાડમાં કૌસાલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી MBA કર્યું છે.તેમની વેબસાઈટ અનુસાર, તેઓ 20 વર્ષ પહેલા પત્ની અને નાના પુત્ર સાથે ઓટાવા આવ્યા હતાં. તેમણે સાધારણ બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં શરૂઆત કરી હતી. આર્યએ પહેલા એન્જિનિયર તરીકે, પછી નાના ઉદ્યોગને ભંડોળ પૂરું પાડતી નાણાકીય સંસ્થામાં અને એક ઉદ્યોગસાહસિક તરીકે કામ કર્યું છે. તેઓ મેન્યુફેક્ચરિંગ કંપની ધરાવે છે અને ઘણા દેશોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપ્યું હતું. કેનેડામાં તેમણે એક બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કામ ચાલુ કર્યું હતું.

રાજકારણમાં પ્રવેશતા પહેલા આર્યએ એક નાની હાઇ-ટેક ડિફેન્સ ટેક્નોલોજી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે છ વર્ષ સેવા આપી હતી. આર્ય 2015માં હાઉસ ઓફ કોમન્સની તેમની પ્રથમ ચૂંટણી જીતી હતી. તેઓ 2019માં ફરી ચૂંટાયા હતાં.
2022માં હાઉસ ઓફ કોમન્સમાં કન્નડમાં ભાષણ આપીને તેઓ ચર્ચામાં આવ્યાં હતાં. નવેમ્બર 2024માં ચંદ્ર આર્યએ હિન્દુ હેરિટેજ મહિનાની ઉજવણી માટે કેનેડિયન સંસદની બહાર ‘ઓમ’ પ્રતીક ધરાવતો કેસરી ત્રિકોણાકાર ધ્વજ ફરકાવ્યો હતો. તેઓ હિંદુ કેનેડિયનોના હિતોના હિમાયતી છે અને ખાલિસ્તાનના મુદ્દા પર કડક વલણ ધરાવે છે.

Report this page